Disclaimer
Welcome to SGKSS
Set Password
Registration
Login
શ્રી ગુર્જર ક્ષત્રિય સમાજ, સુરત.
Shree Gurjar Kshatriya Samaj
SGKSS
ESTD : 1978 | Reg. : A/2170
Home
About Us
History
Objective
Member
Matrimonial
Photo Gallery
Employment
Employment Guidance
Employment Notice
Upload Employment Notice
Career
Scholarship / Fellowship
Career Guidance
Career Guidance - Dr.Gaurav Shah
Govt Resolution
Contact Us
Reach to us
Form Distributor
Home
History
History
ઈતિહાસ એટલે આદિકાળનું યથાર્થ જીવન દર્શન તથા આપણી સંસ્કૃતિની યાદ અપાવતું શાસ્ત્ર. જગતના ઇતિહાસમાં અનેક જ્ઞાતિઓની વિશેષતામાં ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ પણ પોતાની કુશળતા, વિશિષ્ટ કાર્યશૈલી તથા મહેનતીપણાને લીધે ગૌરવરૂપી સ્થાન ધરાવે છે.
આશરે સંવંત ૧૨૩૪માં ગુર્જર ક્ષત્રિય જ્ઞાતિનો એક બાહોશ હોશિયાર માણસ ગાંગામારું કે જેમણે જ્ઞાતિજનોને એકત્રિત કરી સંગઠિત કર્યા અને કચ્છમાં ધાણેટી સ્થાયી થયા. આગળ જતા જ્ઞાતિજનોનો વ્યાપ વધતા ગોહિલવાડ તરફ સાવરગામ વસાવી ત્યાં સ્થિર થયા. જે ગામ આજે સાવરકુંડલા તરીકે ઓળખાય છે. અમુક જ્ઞાતિજનો જામનગરની બાજુમાં હાલાર વિસ્તારમાં વસ્યા. આમ, કચ્છ, સાવરકુંડલા તથા જામનગર હાલાર તેમ મુખ્ય ત્રણ વિસ્તારોમાં આપણી જ્ઞાતિ વિભાજીત થઇ આ ત્રણે વિસ્તારોમાં રહેતા જ્ઞાતિજનોએ એકબીજાની વ્યવસ્થા તથા સમય સંજોગોને આધારે પોતાના ધારા-ધોરણો અલગ-અલગ કર્યા. આપનો જ્ઞાતિ સમુદાય કાઠીયાવાડના ૧૧૦થી વધારે ગામોમાં પથરાયેલો છે.
આપણી જ્ઞાતિ મુખ્યત્વે શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ તરીકે ઓળખાય છે. મૂળ ક્ષત્રિયમાંથી સમય સંજોગો તથા ધંધા રોજગારને કારણે જે જે સ્થળે જે તે સમુદાય પોતાના કાર્યને કારણે મૂળ જ્ઞાતિ સાથે રોજગારનું નામ જોડાયું અને આમ આપણે શ્રી ગુર્જર ક્ષત્રિય સમાજ તરીકે જાણીતા થયા.
આપણી જ્ઞાતિ ઘણા સ્થળે શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા કુંભાર, ભાવનગર બાજુ શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા ખેડું જયારે કચ્છ તથા અમુક જગ્યાએ ફક્ત શ્રી ગુર્જર ક્ષત્રિય તરીકે ઓળખાય છે.
આપણે બાંધકામ એટલે કે શિલ્પકાર્ય સાથે જોડાયેલા હોવાથી આપણને શ્રી વિશ્વકર્મા ભગવાનના સંતાન તરીકેની ઓળખાણ મળી જે આપણા માટે ગૌરવની બાબત છે. જેથી આપણે આપણા ઇષ્ટદેવ તરીકે હરહંમેશ કોઈપણ શુભ કાર્ય કરીએ ત્યારે શ્રી વિશ્વકર્મા ભગવાનને યાદ કરીએ છીએ. આજે આપણી જ્ઞાતિ માત્ર ભારતમાં નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં પોતાની કુશળ કારીગીરી તથા પોતાના વ્યવસાયને કારણે ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કરેલ છે. કઠીયાવાડમાં મુખ્યત્વે ખેતી પર નિર્ભર રહેતા જ્ઞાતિજનોએ દુષ્કાળ જેવી વિષમ અને અસ્થિર પરિસ્થિતિમાં પણ પોતાનું ખમીર તથા મજબુત મનોબળના કારણે આજે વર્તમાનમાં શિક્ષણ, રાજકીય તથા ઉચ્ચ વ્યવસાયમાં જ્ઞાતિનું નામ ઉજ્જવળ તથા ગૌરવદાયક બનાવ્યું છે.
આપણી જ્ઞાતિ હાલારના નીચે મુજબના છત્રીસ ગામોમાં વિભાજીત થયેલ છે.
૧. જોડિયા
૨. કેશીયા
૩. જીરાગઢ
૪. ધૂળકોટ
૫. જામધુધઈ
૬. કોઠારિયા
૭. પાડાબેકડ
૮. ઉટબેટ શામપર
૯. માનામોરા
૧૦. ખરચિયા
૧૧. ધાંગધ્રા
૧૨. બાદનપર
૧૩. ટંકારા
૧૪. જીવાપર
૧૫. ફાટસર
૧૬. માવાનુંગામ
૧૭. બોડકા
૧૮. અંબાલા
૧૯.પડાણા
૨૦. જસપર
૨૧. મોરાણા
૨૨. મેઘપર
૨૩. ભેંસદળ
૨૪. બાણુંગર
૨૫. માણેકપર
૨૬. હજામચોરા
૨૭. જાયાવા
૨૮. ચાવડા
૨૯. જામવંથલી
૩૦. માધાપર
૩૧. ભીમકટા
૩૨. શામપર
૩૩. જામસર
૩૪. રણજીતપરા
૩૫. બાલંભા
૩૬. હીરાપર
આપણી જ્ઞાતિ વિવિધ ૧૨૪ અટકોથી ઓળખાય છે. આવો આપણી જ્ઞાતિને વધુને વધુ ગૌરવશાળી, સંગઠિત, શિક્ષિત અને મહાન બનાવીએ.
શ્રી જ્ઞાતિ મૈયાની જય હો !
Help
For any website assistance feel free to Contact our IT-Cell.
➥
Send your query.
OR
Call our IT-Cell
Vishal Chotaliya :
9737042722
OR
Mail us :
support@gkssrt.com